કોરોના વાયરસની દહેશત જોવા મળી રહી છે ત્યારેવાયરસની અસરથી સુરત શહેરને બચાવવા માટે તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. જેને પગલે એરપોર્ટે ઇન્ટરનેશનલ મુસાફરો માટે સ્પેશિયલ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.
આ ફોર્મમાં એરપોર્ટ પર આવનાર મુસાફરોને તાવ, ખાસી, શરદી સહિતની કોઈ બિમારી છે કે નહીં, તેવી માહિતી ભરવી પડશે. સુરત ડાયમન્ડ સિટી છે અને ચીન સાથે વેપારમાં સંકળાયેલું છે તેથી સુરતના વેપારીઓની ચીન ખાતે અવરજવર ચાલુ હોય છે. જેથી વાયરસની અસરથી બચવા માટે મુસાફરો પાસેથી ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે.
અને જો કોઈને શરદી ખાંસી કે તાવની અસર હશે તો તેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવશે. વાયરસની અસર ઇમિગ્રેશન ઓફિસરને ન થાય આ માટે પણ તકેદારી લેવામાં આવી છે ઇમિગ્રેશન અધિકારી ને સ્પેશ્યિલ માસ્ક અને હેલ્ડ ગ્લોવ્ઝ આપવામાં આવ્યા છે.