એરપોર્ટએ વાંદરાઓ હુમલાથી પ્રવાસીની સલામતી સુનિશ્ચિત કરવા માટે એરપોર્ટ ઓથોરિટીએ રન વે પર રીંછ મેદાનમાં ઉતાર્યું છે. ડરો નહીં આ સાચો રીંછ નથી પરંતુ વાંદરાઓને ભગાડવા માટે રીંછ ડ્રેસમાં એક માણસને ગોઠવવામાં આવ્યો છે.
અમદાવાદ એરપોર્ટના નજીકમાં વૃક્ષો હોવાથી કારણે વાંદરાઓ ત્યા ખૂબ છે અને ખોરાકની સોધમાં એરપોર્ટના રન વે સુધી પહોંચી જાય છે. આ વાંદરાઓના ત્રાસથી મુક્તિ મેળવવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઘણા પ્રયાસ કરવામાં આવ્યા હતા છતાં આ વાંદરાથી છુટકારો મળ્યો નહતો. ત્યારે આ વાંદરાઓને ભગાડવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક અનોખો નુસખો અજમાવ્યો છે. જેમા રીછના ડ્રેસમાં એક કર્મચારીને રન પર ઉભો રખાશે જે કારણે રિછને જોઈને વાંદરાઓ રન વે સુધી પહોંચે નહીં.