અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ગઠન કરવામાં આવેલા ટ્રસ્ટ “શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર”નું રજિસ્ટર્ડ કાર્યાલય જાણીતા વરિષ્ઠ વકીલ અને ભારતના એટર્ની જનરલ રહી ચૂકેલા કે પરાસરનનું દિલ્હી સ્થિત ઘરમાં રહેશે. પરાસરને અયોધ્યા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ માટે કોર્ટમાં હિંદૂઓનો પક્ષ રજૂ કર્યો હતો. ટ્રસ્ટના સરનામાનો ઉલ્લેખ ગૃહમંત્રાલય દ્વારા બુધવારે સૂચના દ્વારા કરવામાં આવ્યો છે.
આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, “શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર”નામના એક ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન અને તેનું સત્તાવાર કાર્યાલય આર-20, ગ્રેટર કૈલાસ, પાર્ટ-1, નવી દિલ્હી-110048 સાથે થયું છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની વેબ સાઈટ પ્રમાણે, આ પરાસરનનું રહેઠાણ છે. તેમણે જ રામલાલ વિરાજમાનના પક્ષમાં સુપ્રીમ કોર્ટમાં ભૂમિ અધિગ્રહણ માટે દલીલો કરી હતી.
પરાસરને સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, તેણે પોતાની સમક્ષ આવેલા તમામ મામલાઓમાં પૂર્ણ ન્યાય કરવો જોઈએ અને આજ તેમની અંતિમ ઈચ્છા છે કે, તેમના મર્યા પહેલા આ વિવાદ સમાપ્ત થઈ જાય. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અને મદ્રાસ હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ સંજય કિશન કૌલે પરાસરનને ભારતીય બારના પિતામહ ગણાવતા જણાવ્યું હતું કે, તેમણે પોતાના ધર્મ સાથે સમજૂતિ કર્યા વિના કાયદા ક્ષેત્રે અભૂત પૂર્વ યોગદાન આપ્યું છે.