ચીનમાં કોરોના વાયરસના સંક્રમણ વિશે ચેતવણી આપનાર આઠ વિસલ બ્લોઅરમાં એક ચીની ડોક્ટર લી વેનલિયાંગની ગુરૂવારે આ મહામારીમાં મોત થઈ ગઈ. જોકે, વેનલિયાંગે મહામારીની જાણકારી જ્યારે આપી હતી, ત્યારે પોલીસે તેમને ટોર્ચર કર્યો હતો. સરકારી છાપુ ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું કે, 34 વર્ષીય વેનલિયાંગે અન્ય ડોક્ટરોને મહામારી વિશે ચેતવણી આપવાની કોશિષ કરી હતી. ગુરૂવારે વુહાનમાં કોરોના વાયરસના કારણે જ તેમનું મોત થઈ ગયું. તેઓ પ્રથમ વ્યક્તિ હતા, જેમને પાછલા ડિસેમ્બરમાં વુહાનમાં કોરોના વાયરસની સામે આવવાની જાણકારી આપી હતી.
વેનલિયાંગે પોતાના ચિકિત્સા મહાવિદ્યાલયના સાથીઓને ચીની મેસિજંગ એપ વીચેટ પર જણાવ્યું કે, સ્થાનીક સી ફૂડ બજારમાંથી આવેલા સાત દર્દીઓનું સાર્સ જેવા ચેપની સારવાર કરવામાં આવી રહી છે અને તેમને હોસ્પિટલના એક અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તેમને જણાવ્યું કે, પરીક્ષણમાં સ્પષ્ટ થયું છે કે, આ વાયરસ કોરોના વાયરસ સમૂહનો છે. આ સમૂહના સિવિયર એક્યૂટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ (સાર્સ) વાયરસ પણ છે, જેના કારણે 2003માં ચની અને આખી દુનિયામાં 800 લોકોના મોત થઈ ગયા હતા.
વેનલિયાંગે પોતાના દોસ્તોને કહ્યું કે, તેઓ પોતાના પરિવારના સભ્યોને વ્યક્તિગત રીતે આનાથી સતર્ક રહેવાનું કહે. જોકે, આ સંદેશ થોડા જ કલાકમાં વાયરલ થઈ ગયો અને પોલીસે તેમના આ સંદેશને અફવા ફેલાવનાર ગણાવીને ટોર્ચર કર્યો હતો.