ચીનમાં કોરોના વાયરસના કારણે હાહાકાર ફેલાયો છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચીનના લોકો પ્રત્યે એકજૂટતા પ્રકટ કરી છે. PM મોદીએ ચીની રાષ્ટ્રપતિને પત્ર લખીને ભારત તરફથી સહાયતાનો પ્રસ્તાવ મોકલ્યો છે.
આ સાથે જ PM મોદીએ જાનમાલના નુક્સાનના કારણે શોક પણ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત PM મોદીએ હુબેઈ પ્રાંતથી ભારતીય નાગરિકોને કાઢવા માટે ચીન સરકાર તરફથી આપવામાં આવેલી સુવિધા માટે પ્રશંસા કરી છે.ચીનમાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા વધીને 811 થઈ ગઈ છે, જ્યારે 37000 હજાર લોકો ચેપગ્રસ્ત છે. ચીની વહીવટીતંત્રએ રવિવારે આ જાણકારી આપી છે. સમાચાર એજન્સી સિન્હુઆની રિપોર્ટ મુજબ, ચીની સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે, તેમણે 31 પ્રાન્તીય સ્તરના વિસ્તાર અને શિંજિયાંગ પ્રોડક્શન એન્ડ કન્સ્ટ્રક્શન કોર્પ્સથી શનિવારે કોરોનાવાયરસ સંક્રમણના કન્ફર્મ 2,656 નવા કેસ અને 89 મોતની જાણકારી મળી છે.