ઝારખંડના હજારીબાગ શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને કેટલાક તોફાની તત્વોએ નુકસાન પહોંચાડેયું હતું. શહેરના કુંભાર વિસ્તાર બહાર નાળા વોર્ડ નંબર 24 માં મહાત્મા ગાંધીના સ્મારક સ્થળે બાપુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. જેને તોફાની તત્વોએ તોડી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હજારીબાગ સદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે 8 મી ફેબ્રુઆરીની સાંજે બાપુની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી, ગાંધીજીના સ્મારક તરીકે 2 ફેબ્રુઆરી 1948 ના રોજ બાપુની આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. સ્મારક સમિતિના પ્રમુખ મનોજ વર્માએ સદર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક લોકો પુતળાને નુકસાન પહોંચાડનારા દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.