આફ્રિકન દેશ બોત્સવાના તો હાથીઓની વધતી જતી વસતીથી પરેશાન છે.1990માં અહીંયા હાથીઓની વસતી 80000 હતી.જે હવે વધીને 1.30 લાખ સુધી પહોંચી ગઈ છે.જેના કારણે હવે માણસો અને હાથીઓ વચ્ચેનુ ઘર્ષણ વધી રહ્યુ છે.
હાથીઓ અવાર નવાર માનવ વસાહતોમાં આવી ચઢે છે.હવે ત્યાંની સરકારે આવા 60 તોફાની હાથીઓને મારી નાંખવા માટેનો આદેશ આપ્યો છે.આ માટે એજન્સીઓને બાકાયદા લાઈસન્સ અપાય છે.જોકે સરકાર દરેક એજન્સી પાસેથી એક હાથી દીઠ 31 લાખ રુપિયા વસુલ કરશે.જેની સામે એજન્સીને મરેલા હાથીના અંગો વેચીને પૈસા કમાવાની છુટ અપાશે. બોત્સવામાનમાં પાંચ વર્ષથી હાથીના શિકાર પર પ્રતિબંધ હતો પણ હવે આ પ્રતિબંધ ઉઠાવીને 60 હાથીઓને મારવાનો આદેશ આપવામાં આવ્યો છે.