સુરતના પુણાગામના આઇમાતા ચોક પાસે આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આગ વાગતા બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ લાગ્યાની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આગનો બનાવ બન્યો ત્યારે બે લોકો અંદરથી લોક મારીને સુતા હતા. બન્ને મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગને ફેક્ટરીમાંથી 7 જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છે.પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.