પાટીદાર અનામત આદોલન દરમિયાન પાટીદારોના નેતા બનેલા હાર્દિક પટેલ વિરૂદ્ધ દાખલ થયેલી ફરિયાદોને લઈને જારી કરવામાં આવેલા વોરન્ટ અને પોલીસની પકડ મજબૂત બનતા હાર્દિક પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. હવે હાર્દિકની પત્ની કિંજલ પેટલે મોરચો સંભાળતા ગુજરાત સરકાર અને પોલીસ પર હેરાન કરવાનો આરોપ મૂક્યો છે. કિંજલે આરોપ મૂક્યો છે કે, તેનો પતિ હાર્દિક પટેલ 18 જાન્યુઆરીથી ઘરે નથી આવ્યો.
આ અંગે આજે કિંજલ પટેલે PAASનાં સંયોજક અલ્પેશ કથરિયા સાથે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં કથીરિયાએ જણાવ્યું કે, ગુજરાતની 2017ની વિધાનસબા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણીમાં PAASની મુખ્ય ભૂમિકા હતી. લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં PAASએ સત્તાપક્ષ વિરૂદ્ધ પ્રચાર કર્યો હતો. અમારા કેટલાક આગેવાનો રાજકીય પાર્ટીમાં જોડાયા પણ હતા. હાર્દિક પટેલને ખોટો ફસાવવામાં આવ્યો છે. હવે અમે પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાના આગેવાનો સાથે ચર્ચા કરીને આગામી રણનીતિ બનાવીશું.
આ બેઠકમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું કે આ મામલે જિલ્લાભરમાં આવેદનો આપવામાં આવશે. સમાજના આગેવાનો જે પાટીદાર આંદોલન વખતે જે મધ્યથી બન્યા હતા તેમને મળીશું અને રજુઆત કરીશું. સાથે જ પાટીદારના બે સ્તંભ એવા ઉમિયાધામ અને ખોડલધામના અગ્રણીઓને મળીશું અને ત્યારબાદ આગામી રણનીતિ ઘડવામાં આવશે. તેમજ કેસો પરત નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.