દિલ્હીના મહરૌલી વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર તે સમયે હુમલો થયો, જ્યારે તેઓ મંદિરથી પરત ફરી રહ્યાં હતા. આ જીવલેણ હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. આમ આદમી પાર્ટીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી આ અંગેની જાણકારી આપતા ટ્વીટ કર્યું છે.
આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, “ મંદિરથી પરત ફરતી વખતે આપના ધારાસભ્ય નરેશ યાદવ અને તેમના સમર્થકો પર ગોળીબાર કરવામાં આવ્યો. ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ છે. ”