ઉત્તર પ્રદેશમાં ભદોહી જિલ્લાની એક વિધવાએ ભાજપના ધારાસભ્ય રવિન્દ્રનાથ ત્રિપાઠી પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. જણાવી દઈએ કે, રવિન્દ્રનાથ ત્રિપાઠી ઉત્તર પ્રદેશની ભદોહી જિલ્લાની બેઠક પરથી ધારાસભ્ય છે. આ મહિલાએ રવિન્દ્રનાથ ઉપરાંત અન્ય 6 લોકો પર દુષ્કર્મના આરોપ મૂક્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પીડિત મહિલાના પતિનું 2007માં અવસાન થયું હતું. વર્ષ 2014માં તેની મુલાકાત રવિન્દ્રનાથના ભત્રીજા સાથે થઈ હતી. આ મુલાકાત ટ્રેનમાં મુસાફરી દરમિયાન થઈ હતી. મહિલાએ જણાવ્યું કે, આ મુસાફરી દરમિયાન ધારાસભ્યના ભત્રીજા અને તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ અને બન્ને જણાએ એકબીજાને પોતાનો ફોન નંબર પણ આપ્યો.
મહિલાનો આરોપ છે કે, ધારાસભ્યના ભત્રીજાએ લગ્નની લાલચ આપીને અનેક વર્ષો સુધી જાતિય શોષણ કર્યું. મહિલાએ પોલીસે જણાવ્યું કે, જ્યારે તેણે ધારાસભ્યના ભત્રીજા સાથે લગ્નની વાત કરી, તો તેણે ઈન્કાર કરી દીધો હતો. મહિલાએ આરોપ મૂક્યો કે, ગત રવિવારે જ્યારે તે ભાજપના ધારાસબ્ય પાસે લગ્નની વાત કરવા ગઈ, તો તેમણે જાનથી મારી નાંખવાની ધમકી આપી.
પીડિતાએ પોલીસ સમક્ષ નોંધવેલી ફરિયાદ પ્રમાણે, ધારાસભ્યના ભત્રીજાએ વર્ષ 2017માં ઉત્તર પ્રદેશ વિધાનસબા ચૂંટણી દરમિયાન તેને 1 મહિના સુધી હોટલમાં રાખી હતી. અહીં રવિન્દ્રનાથ ઉપરાંત તેમના પરિવારના અન્ય સભ્યોએ તેનની સાથે દુશ્કર્મ આચર્યું. જ્યારે ધારાસભ્ય દ્વારા દુષ્કર્મની વાત તેણે તેમના ભત્રીજાને જણાવી, તો તેણે ચૂપ રહેવા ધમકી આપી હતી.