ગાંધીનગર ખાતે બિન અનામત વર્ગની ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત રોજ સરકાર દ્વારા LRD મુદ્દે 1-8 ના ઠરાવા રદ કરવાની માંગણી સાથે છેલ્લા 65 દિવસથી ગાંધીનગરમાં SC, ST, OBCની મહિલા ઉમેદવારો ઉપવાસ આંદોલન કરી રહી છે, જેની સામે સરકારે મંગળવારે નમતું જોખી જીએડીના ઠરાવમાં આંશિક સુધારો કરવાની જાહેરાત કરી હતી. તો બીજી બાજુ LRDના બિન અનામત ઉમેદવારો આજે મોટી સંખ્યામાં ગાંધીનગર જિલ્લા કલેક્ટરને મળવા માટે દોડી ગયા હતા.
આ મામલે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ નવા આંદોલનની ચીમકી આપી છે. તેમને જણાવ્યું હતુકે, ગાંધીનગર કલેક્ટરને મળવા જઇશુ. સરકારે ચર્ચા મામલે સમય આપવો પડશે. સીએમને મળીને રજૂઆત કરવામાં આવશે. રાજકીય દબાવમાં આવીને સરકારે આ નિર્ણય લીધો છે. તો વધુમાં દિનેશ બાંભણિયાની અન્ન જળ ત્યાગ કરવાની જાહેરાત કરી હતી.
પત્રકાર પરિષદમાં દિનેશ બાંભણિયાએ કહ્યું કે, 1 ઓગસ્ટ 2018નો પરિપત્ર અમારો બંધારણીય અધિકાર છે. એની સાથે કોઇ બાંધછોડ નહિં થાય. ત્યારે તેની વિરુદ્ધમાં ગુજરાતમાં જલદ કાર્યક્રમ આપવામાં આવશે. સરકાર પરિપત્રમાં કોઇપણ ફેરબદલ કરે એમાં બિન અનામત વર્ગને વિશ્વાસમાં લે. સરકાર એક તરફી નિર્ણય લેવા જઈ રહી છે, ત્યારે અમે કાયદાકીય લડાઇ લડીશું. મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવામાં આવશે.
LRD ભરતીમાં માત્ર બિન અનામત વર્ગના લોકોને જ ઓર્ડર આપવામાં આવ્યા નથી. જો સરકાર અમારી વાત નહીં માને તો ઉપવાસ છાવણી પર આંદોલનની શરૂઆત કરીશું. અમે અમારી સાથે થયેલા ભેદ ભાવને સાંખી લઇશું નહી.