અમદાવાદ એરપોર્ટના રનવે પર વાંદરોઓના ટોળાઓએ ભારે તોફાન મચાવ્યો હતો. જેના કારણે બે થી ત્રણ ફલાઈટો 30 મિનિટ સુધી અટકાવી દેવામાં આવી હતી. જયારે ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈ તંત્ર એરપોર્ટના વાંદરાના ત્રાસને લઈ એલર્ટ થઈ ગયું છે. ટ્રમ્પ અને તેમના સાથેના લોકોના આગમન વખતે વાંદરા ઘુસી જવાથી ફજેતી ના થાય તેના માટે વિશિષ્ટ તૈયારીઓ શરૂ કરાઇ છે. જેના ભાગરૂપે વન્ય વિભાગ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતેથી આજના એક દિવસમાં 50થી વધુ વાંદરા પકડવામાં આવ્યા હતા.
હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પની સિક્યુરિટી ટીમ પણ અમદાવાદ આવી પહોંચી છે. તેમની સામે એરપોર્ટમાં વાંદરા જોવા મળે નહીં તેના માટે પણ અમદાવાદ એરપોર્ટ ખાતે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ‘વોચ’ વધારી દેવામાં આવી છે. હજુ આગામી દિવસોમાં પણ વાંદરા પકડવાની આ ઝૂંબેશ જારી રહેશે.