દાહોદ ના મંડાવ રોડ પર આવેલા કારખાનામાં આગ ભભૂકી હતી. મદ્ય રાત્રીએ લાગેલી આગમાં લાખો રૂપિયાનું નુકશાન થયું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થી નથી. લાખો રૂપિયાના કાચા અને પાકા એટલે કે તૈયાર સામાન આ આગની ઘટનામાં બળી ને ખાખ થઇ થઈ ગયો છે. મધ્ય રાત્રીના એક વાગ્યાના સમય દરમ્યાન લાગેલી આગની ઘટનાની જાણકારી આડોસી પાડોસી દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ ઉપર આવી અને આગ મેળવ્યો હતો. હજુ સુધી કારખાનામાં આગ લાગવાનું કારણ અકબંધ છે.