હાલોલ ખાતે મૂંબઇની યુવતીઓ લાવીને દેહવ્યાપારના ધંધાનો નો પોલીસે પર્દાફાશ કર્યોછે. પોલીસે આ વ્યપાર સાથે સંકળાયેલા એક યુવક અને યુવતીને ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.
હાલોલ નગરના સિંધવાઇ તળાવ વિસ્તારમાં નિર્મલ કુમાર પંડીત નામના ઇસમ દ્રારા પરપ્રાન્તિય યુવતીઓને લાવીને કારમા દેહવ્યાપારનો સોદો ગ્રાહકો પાસે કરવામા આવતો હોવાની હાલોલ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી. જેથી ટાઉન પોલીસની ટીમે દેહવ્યાપારના આ નેટવર્કને ઝડપી પાડવા માટે એક ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો અને સિંધવાઇ તળાવ પાસે ઉભી રહેલી નિર્મલ પંડીતની કાર પાસે જઈ યુવતીનો દેહવ્યાપાર માટે 500 રુપિયા સોદો નક્કી થયા બાદ પોલીસની સુચન મુજબ ઇશારો કરતા હાલોલ ટાઉન પોલીસ ત્રાટકી હતી.જેમા કારમા નિર્મલકૂમાર પંડીત અને બે યુવતીઓ મળી આવી હતી.