અમદાવાદ શહેરમાં અમેરિકાના રાષ્ટ્ર પતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નિ આગામી સમયે આવવાના હોવાથી શહેરમાં રોડ રસ્તાનું કામ યુધ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યું હતું અને હવે તે કામ પુરુ પણ થવા આવ્યું છે. ત્યારે આ કાર્યકર્મ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ એટલે કે મોટેરાનું આગામી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. જો કે, આ સ્ટેડિયમમાં 1 લાખ જેટલા જ લોકોનો સમાવેશ થાય તેટલી જ કેપીસીટી છે પણ આ કાર્યકર્મમાં 3 લાખથી પણ વધારે લોકોને લાવવાનો ટાર્ગેટ કરાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રવાસમાં લાખાની જનમેદની દેખાડવાનો તંત્ર દ્વારા એક પ્લાન પણ બનાવી દેવામાં આવ્યો છે. ભાજપના જ એક નેતા પાસેથી મળતી માહિતી પ્રમાણે તમને જણાવી દઈએ કે, આ કાર્યકર્મ માટે 10 હજારથી 1 લાખ નાગરિકોને બહારથી અમદાવાદમાં લાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે અને તેઓ પાછળ પણ આશરે લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવશે.
જયારે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યકર્મમાં કોઈ પણ પ્રકારની ખામી દેખાવી જોઈએ નહિ અને વધારે પ્રમાણમાં ભીડ હોય તેવું કરી દેવામાં આવશે. જયારે તેવી જ રીતે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે તેના માટે પણ અલગ અલગ લોકોને વિવિધ ડ્રેસ કોડ આપી તેમનું સ્વાગત કરવા માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે અને તેવા લોકો ઉપર પણ લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જયારે તમામ કાર્યકર્મ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક ભવ્ય રોડ શો નું આયોજન કરશે અને તે રોડ શો અંદાજિત 22 કિલોમીટરનો હશે. ત્યારે એએમસીએ રસ્તામાં આવતી તમામ દુકાનો,લારીઓ અને ધંધાઓ બંધ રાખવા માટે આદેશ પણ આપી દીધા છે.