ભાવનગરના બોટાદ જિલ્લાના હોળાયા ગામ પાસેથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા.યુવક- યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાની શંકા સેવાઈ રહી છે.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.રતનપર ગામની યુવતી અને યુવાન પાણવી ગામનો રહેવાસી હોવાનુ તપાસ બાદ જાણવા મળ્યુ હતુ.ત્યારે બન્નેના આત્મહત્યાનુ કારણ હજુ પણ અકબંધ છે.
આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા મહેસાણાની સુજલામ સુફલામ કેનાલમાંથી યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યા હતા. આ યુવક- યુવતી એકબીજાને ઘણા સમયથી પ્રેમ કરતા હતા પરિવારજનોએ બંનેના લગ્ન કરવાની ણા પાડતા આ પ્રેમી યુગલે આ પગલું ભર્યું હતું.