ઇલેક્ટ્રિક વ્હીકલને ચાર્જ કરવા માટે એક જગ્યાની જરૂર ન રહે, રસ્તા પર ચાલતી વખતે તેનો ચાર્જ થઈ જાય, આ હજુ શક્ય નથી, પરંતુ ટૂંક સમયમાં આવી ટેક્નોલોજી વાસ્તવિકતા બની શકે છે. દુબઈમાં એવી જે એક વાયરલેસ ટેક્નોલોજીનું ટ્રાયલ ચાલી રહ્યું છે, જેનાથી કોઈ ઈલેક્ટ્રિક વ્હીકલને તેમને ચાલુ ગાડીએ ચાર્જ કરી શકાશે.
દુબઈનો રોડ તથા પરિવહન અધિકારી (RTA)અનુસાર, તેના માટે વાયરલેસ ચાર્જિગ યૂનિટને શહેરમાં રોડના 60 મીટર નીચે લગાવવામાં આવશે. આ ઈલેક્ટ્રિક વ્હીકલ ચાલુમાં ચાર્જ કરવા માટે શેપ્ડ મેગ્નેટિક ફિલ્ડનો ઉપયોગ થાય છે. RTA જણાવ્યું હતું કે, શુરૂઆતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઈલેક્ટ્રિક વ્હીકલ અને બસોને ચાલુમાં ચાર્જ કરવા માટે વાયરલેસ ચાર્જિગ ઉપલબ્ધ કરાવવા માટે રોડની નીચે એન્બેડેડ પાવર ચાર્જિગ ગ્રિડને ગોઠવવામાં આવશે.
RTAના ડાયરેક્ટર જનરલ અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ બોર્ડના ચેરમેન મોહમ્મદ અલ તાયેરનું કહેવુ છે કે, આ પ્રોજેક્ટ RTAની એક પહેલ છે. આ પર્યાવપણ અનુકૂળ અને સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ માધ્યમોને પ્રોત્સાહન આવા દુબઈની પ્રભાવશીલતાનો ભાગ છે. એક રિપોર્ટ અનુસાર RTAના આ પ્રોજેક્ટ માટે દુબઈ વિદ્યુત તથા જળ ઓથોરિટી અને દુબઈ સિલિકોન ઓએસિસની સાથે જોડાણ કર્યું છે.