થોડા સમય પહેલા ‘બ્લુ વ્હેલ’ નામની એક ગેમ ચર્ચામાં રહી હતી. માહિતી અનુસાર, ઇન્ટરનેટ પર વાયરલ થયેલી આ ગેમમાં 130થી વધુ લોકોનો ભોગ લીધો હતો. આ ગેમ અંતર્ગત, યૂજર્સની સામે ખુદને દરરોજ કોઈક રીતે નુકસાન પહોંચાડવાની ચેલેન્જ હતી. 50મા દિવસે પોતાનો જીવ લીધા બાદ આ ગેમ ખતમ થાય છે. હવે સ્કલ બ્રેકર નામની એક ગેમથી માતા-પિતા પરેશાન છે. સોશિયલ મીડિયા પર તેના ઘણા વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે.
સ્કલ બ્રેકરમાં ત્રણ લોકો એક લાઈનમા ઉભા રહે છે ત્યાર બાદ વચ્ચે વાળા વ્યક્તિને કૂદવાનું કહેવામાં આવે છે. જ્યારે તે તેની જગ્યાએ કૂદે છે, ત્યારે તેના જમણી અને ડાબી બાજુ ઉભેવા બંને લોકો તેના પગ પર લાત મારે છે. આને કારણે સંતુલન ગુમાવવાથી તે પાછળની બાજુ પટકાય છે.
બાળકો અને કિશોરોમાં સ્કલ બ્રેકર ગેમ વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે. ડોકટરો કહે છે કે આ ગેમ ખૂબ જોખમી છે. તેમના કહેવા અનુસાર તેના કારણે અનેક પ્રકારની ગંભીર ઇજાઓ માથામાંથી કમર સુધી પહોંચી શકે છે અને તે જીવલેણ બની શકે છે. ઘણા દેશોએ તેને બાળકો માટે એક નવો ખતરો ગણાવ્યો છે.