સુરતના પુણામાં માતાએ તેના દિકરીને વધારે પડતા મોબાઈલ ફોન વાપરવાનું ના પાડતા યુવતિએ ઝેરી દવા ગટગટાની આપઘાત કર્યો હતો. આ બનાવને લઈ પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સુરતના પુણામાં એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક યુવતિને તેના માતાએ વઘારે પડતા મોબાઈલ ફોન વાપરવાનું ના પાડી તેને ઠપકો આપ્યો હતો જેથી તેણીને લાગી આવતા પોતાના રુમમાં જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. થોડાક સમયબાદ તેને ઉલ્ટીઓ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જયાં તેનું સારવાર અર્થે મોત થયું હતું. આ બનાવને લઈ પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.