આજકાલ લોકોએ લગ્ન હોય કે જન્મ દિવસની પાર્ટી હોય તેમાં બંદુકથી હવામાં ફાયરિંગ કરતા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે અને તેમાં કોઈને કોઈ વ્યકિતને ઈજા પહોંચવાના સમાચારો પણ મળતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ભાવનગરમાં આવેલ વલ્લભીપુરના પછેગામમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાય ગયો. અહીં લગ્ન પ્રસંગે હર્ષમાં જ ફાયરિંગ કરાયુ હતું જો કે આ સમયે ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થઇ ગયું હતું.
આ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલ વ્યકિતને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જયાં તેનું સારવાર અર્થે મોત થયું હતું. લગ્નની ખુશીમાં ભાન ભુલેલા લોકોએ હવામાં ગોળીબાર કર્યો હતો જેમાં ગોળી વાગી ગઈ હતી. આ બનાવને લઈ પોલીસે કાફલો ઘટના સ્થળે આવી પહોચી ગુનો નોંધી તે દિશામાં તપાસ હાથ ધરી છે.