દેશમાં જ્યા અલગ-અલગ વિસ્તારોમાં નાગરિકતા સુધરાણા અધિનિયમ અને નાગરિકતા રજિસ્ટર કાયદાનો વિરોધ ખૂબ થઇ રહ્યો છે. જેમા શાહીન બાગ પ્રમુખ સ્થળ બની ગયુ છે. જ્યા મહિલાઓ છેલ્લા 2 મહિના કરતા વધુ સમયથી આ કાયદાનો સતત વિરોધ કરી રહી છે. ત્યારે આ કાયદા અંગે તે મહિલાઓ સાથે વાર્તાલાભ કરવાની જગ્યાએ PM મોદી એ તેમના આજનાં વારાણસી પ્રવાસમાં કહ્યુ કે, CAA પર અમારુ સ્ટેન્ડ જે હતુ તે જ રહેશે.
સંસદનાં બન્ને ગૃહમાં CAA ને પાસ કરાયા બાદ સરકાર સતત દેશની મોટી જનસંખ્યાનાં વિરોધ પ્રદર્શનને જોઇ રહી છે. ઘણીવાર આ વિરોધ પ્રદર્શન જોઇને એવો પણ સમય આવ્યો કે, હવે સરકાર આ જનતાને આ કાયદા વિશે અવગત કરાવવા કે પછી તેમની ઉભા થઇ રહેલા સવાલોનાં જવાબ આપવા માટે તેમની સમક્ષ જશે પરંતુ સરકાર આ વિરોધને સામાન્ય ગણી રહી હોય તેવુ લાગી રહ્યુ છે, ત્યારે આજે પીએમ મોદીએ પણ આ કાયદાને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે વારાણસી પ્રવાસમાં CAA પર કહ્યુ કે, તેના પર અમારુ સ્ટેન્ડ જે હતુ તે જ રહેશે. તેમા કોઇ ફેરફાર કરવામાં આવશે નહી. ત્યારે હવે જનતાનાં સતત વિરોધ અને સરકારની જીદમાં કોને મળે છે હાર અને કોને મળે છે જીત તે હવે જોવુ રહ્યુ.