રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દમણ-દીવની મુલાકાત પછી રાત્રી રોકાણ માટે સેલવાસમાં જશે.
આથી તેમની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળોના જવાનોને પણ તેનાત કરવામાં આવ્યા છે. દમણ કોસ્ટગાર્ડ એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું આગમન થશે. ત્યારબાદ એરપોર્ટથી રાષ્ટ્રપતિ સીધા દમણ સ્વામીવિવેકાનંદ ક્રિકેટ સ્ટેડિયમ પર 11 વાગ્યે જનસભા સંબોધશે. જનસભા બાદ રાષ્ટ્રપતિ દમણ અને દાદારનગર હવેલીના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મિટિંગ કરે તેવી સંભાવના છે. ત્યારબાદ સાંજે 4.45 કલાકે દમણ જેટી પર જંપોર સી ફેસ રોડનું ઉદ્ઘાટન કરશે. અને 6 વાગ્યે દમણથી દાદરા નગર હવેલી, સેલવાસ જવા રવાના થશે. જ્યાં સાંજે 7 વાગ્યે દમણ ગંગા રિવર ફ્રન્ટ પર સંકૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.