કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં ખાલી પદો પર નિયુક્ત માટે નોટીફિકેશનની જાહેરાત કરવામાં આવી છે. સીઆરપીએફમાં હેડ કોન્સ્ટેબલ GDનાં પદ માટે આવેદન પત્ર માંગવામાં આવ્યા છે. આ સ્થાન માટે કુલ ખાલી પદોની સંખ્યા 1412 છે. કુલ વેકેન્સીમાં 1331 પુરુષ આવેદકો અને 81 મહિલા આવેદકો માટે જગ્યા પડી છે, ત્યારે આવેદનની છેલ્લી તારીખ 6 માર્ચ છે.

કુલ પદની જગ્યા માટે-1412 , વર્ષની સીમા – વધુમાં વધુ ઉંમર 1 ઓગસ્ટ 2019ની તારીખ સુધી 32 વર્ષ હોવી જરૂરી
શૈક્ષણિક લાયકાત- જે લોકો આ પદો માટે આવેદન દાખલ કરી રહ્યા છે, તેમના માટે સરકાર માન્ય બોર્ડ અથવા સંસ્થા અનુસાર 12મું ધોરણ પાસ હોવું જરૂરી છે.
પંસદગીની પ્રક્રિયા- આ તમામ જગ્યા માટે લેખિત પરીક્ષા 19 એપ્રિલથી શરૂ થશે, જે આવેદનકર્તા પરીક્ષા પાસ કરવા ઈચ્છે છે તેમણે શારીરક સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટનાં પરક્ષિણથી પસાર થવું પડશે. આ જોબ માટે ત્રણ ક્લાકની લેખિત પરિક્ષા યોજાશે. પરિક્ષામાં કુલ 160 સવાલ પૂછાશે, તેમાં દરેક સવાલનો 1 ગુણ હશે. કેન્ડિડેટને પરિક્ષા પાસ કરવા માટે તેમાં ઓછામાં ઓછું 50 ટકા ગુણ પ્રાપ્ત કરવા પડશે. આરક્ષિત જગ્યા માટે 5 ટકા છૂટ આપવામાં આવી છે.