આ છે ભારતના સૌથી ધનીક નોન-પ્રમોટર.આ તે વ્યક્તિ કોઈ સ્ટાર્ટઅપના સંસ્થાપક છે અને ના કોઈ ટેક દિગ્ગજ અને ના કોઈ બેંકર છે. તે સિવાય તે વ્યક્તિએ IIT અને IIMથી અભ્યાસ પણ નથી કર્યો. સૌથી મહત્વપૂર્ણ અને ચોંકાવનારી વાત એ છે કે, તે પારંપરિક ધંધાથી જોડાયેલા છે. અમે વાત કરી રહ્યા છે એવેન્યૂ સુપરમાર્કેટના CEO નવિલ નોરોન્હાની, જેની કુલ સંપત્તિ 3100 કરોડ રૂપિયા છે. એવેન્યૂ સુપરમાર્ટ સુપરમાર્કેટ ચેન ડીમાર્ટનું સંચાલન કરે છે.
નોરોન્હા દેશના સૌથી ધનિક વ્યવસાયિક વ્યક્તિ બની ગયા છે, જ્યારે તેની કંપનીના માલિક રાધાકિશન દમાણી $17.8 અબજ સાથે દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેનાથી આગળ માત્ર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી છે.
ડીમાર્ટના જ CFO રમાકાંત બાહેતી સૌથી ધનિક નોન પ્રમોટર વ્યવસાયિક લોકોની યાદીમાં ત્રીજા નંબરે છે, તેની પાસે 666 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જણાવી દઈએ કે, તેમની સંપત્તિનો આંકલન કંપનીમાં તેમની ભાગેદારીની બાજાર મૂલ્યાંકનના આધાર પર છે. તેમાં તેમની સેલેરી અને અન્ય ભથ્થા સામેલ નથી.