માતા-પિતા માટે ખુશીના સમાચાર છે. શોર્ટ વિડિયો મેકિંગ અને શેરિંગ પ્લેટફોર્મ એપ TikTok પર નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેની મદદથી માતા-પિતા પોતાના બાળકોનું એકાઉન્ટ કન્ટ્રોલ કરી શકશો. સેફ્ટી મોડ નામથી લોન્ચ કરવામાં આવેલા ફીચરની મદદથી બાળક ક્યાં પ્રકારનું કન્ટેન્ટ જોઇ શકે તેનો કન્ટ્રોલ પેરેન્ટ કરી શકશે. આ મોડ ઓન કર્યા બાદ પેરેન્ટનું એકાઉન્ટ પોતાના બાળકના એકાઉન્ટ સાથે લિંક થઇ જશે. ત્યાર બાદ યુઝર્સની ફીડમાં સ્ક્રીન મેનેજમેન્ટ સાથે જોડાયેલા પ્રોમ્પ્ટ જોવા મળશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મના હેડ ઓફ ટ્રસ્ટ એન્ડ સેફ્ટી યુરોપ કોરમૈક કીનને કહ્યું કે એપ નવા ફીચર પર કામ કરી રહ્યુ છે. આ ફીચર માટે પ્લેટફોર્મના સૌથી પોપ્યુલર યુઝર્સની સાથે મળી કામ કરી રહ્યાં છે. આ ઉપરાંત યુઝર્સે ટિકટોક પર કેટલો સમય પસાર કર્યો તેની માહિતી પણ આપીશું. સાથે જ અમે યુઝર્સને બહારની દુનિયામાં પણ સમય પસાર કરવા પ્રેરિત કરવા માગી છીએ.