ઇન્ડસ્ટ્રી અને ટ્રેડ એસોસીએશનની બેઠક પછી નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે હાલ તુરંત કોઈ જોખમ નથી પરંતુ ટૂંકા ગાળા માટે કોરોનાને કારણે મોંઘવારીમાં વધારો થઈ શકે છે.બુધવારે સંબંધિત મંત્રાલયના સચિવો સાથે એક બેઠક યોજાવાની છે. જો જરૂર પડશે તો પીએમઓ સાથે પણ વાતચીત કરાશે. તેમણે ભાવ વધારા અંગે કહ્યું કે ટૂંકાગાળા માટે ભાવ વધારો થઈ શકે છે પરંતુ તેનાથી ગભરાવવાની જરૂર નથી.
નિર્મલા સીતારમણે કહ્યું કે ચીનથી આયાત કરાતા કાચા માલના પુરવઠા પર ઘણી અસર થઈ છે. જે ઉદ્યોગો ચીન પર નિર્ભર છે તેમની ફરિયાદ મળી છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં લગભગ 4000 જેટલી નાની કંપનીઓ ચીનની આયાત પર નિર્ભર છે. ભારતની 28 ટકા આયાતને અસર થાય તેમ છે.