Video: હાથીએ બચાવ્યો બેબી હિપ્પોનો જીવ, નહીંતર મગર તેને ફાડીને ખાઈ ગયો હોત; જુઓ અદભૂત વીડિયો
હાથીને માત્ર ધરતીનું સૌથી વિશાળકાય પ્રાણી જ નહીં, પણ ‘જેન્ટલમેન’ પ્રાણી પણ માનવામાં આવે છે. હાથીઓની સમજશક્તિ અને સંવેદના હંમેશા ચર્ચાનો વિષય રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથીએ જે રીતે નનકડા હિપ્પોનો જીવ બચાવ્યો, તે જોઈને લોકો કુદરતના આ અનોખા સંબંધ પર આફરીન પોકારી રહ્યા છે.
હાથી બન્યો ઢાલ, બેબી હિપ્પોને મળ્યું નવજીવન
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલના એક વિસ્તારમાં કેટલાક હિપ્પો આરામ કરી રહ્યા છે અને ત્યાં જ પાસે એક હાથી ઉભો છે. આ દરમિયાન એક નાનકડો હિપ્પો (બેબી હિપ્પો) મસ્તીમાં ચાલતો-ચાલતો નદી તરફ જવા લાગે છે. હાથીને તરત જ ખ્યાલ આવી જાય છે કે પાણીમાં ખતરનાક મગરમચ્છ છુપાયેલા છે જે આ નનકડા જીવનો શિકાર કરી શકે છે.
હાથી તે બેબી હિપ્પો પાસે જાય છે અને તેને ડરાવીને પાછા તેના ઝુંડ પાસે મોકલવાનો પ્રયાસ કરે છે. પરંતુ તોફાની બેબી હિપ્પો માનવા તૈયાર નહોતો. જ્યારે તે વારંવાર પાણી તરફ જવાનો પ્રયત્ન કરે છે, ત્યારે હાથી તેની અને પાણીની વચ્ચે ‘ઢાલ’ બનીને ઉભો રહી જાય છે. હાથીના આ રક્ષણાત્મક વલણને કારણે મગરમચ્છ હુમલો કરી શકતા નથી અને બેબી હિપ્પોનો જીવ બચી જાય છે.
The elephant knew there were crocodiles in the nearby water, so it tried to chase the baby hippo back to its pod. Some parents just never watch their kids closely enough😪
At the end of the video, that elephant was like: “Ma’am, you might want to watch your baby—keep that little… pic.twitter.com/VcLlmci0DP
— Beauty of music and nature 🌺🌺 (@Axaxia88) January 29, 2026
સોશિયલ મીડિયા પર લોકોએ વરસાવ્યો પ્રેમ
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર @Axaxia88 નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે, “હાથીને ખબર હતી કે પાણીમાં મગર છે, એટલે જ તેણે બેબી હિપ્પોને તેના ઝુંડ પાસે મોકલ્યો. કેટલાક માતા-પિતા પોતાના બાળકો પર નજર નથી રાખતા. વીડિયોના અંતમાં હાથી જાણે કહી રહ્યો હતો: ‘મેડમ, તમારે તમારા બાળક પર નજર રાખવી જોઈએ, મિસિસ હિપ્પો’.”
યુઝર્સની પ્રતિક્રિયાઓ
અંદાજે ૨ મિનિટના આ વીડિયોને અત્યાર સુધીમાં ૩.૪૭ લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને હજારો લોકોએ તેને લાઈક કર્યો છે.
- એક યુઝરે લખ્યું, “હાથીઓ ખરેખર ખૂબ જ હોશિયાર હોય છે, તે બીજાના બાળકોની પણ રક્ષા કરે છે.”
- બીજા યુઝરે કોમેન્ટ કરી, “હાથીઓ હંમેશા બીજાનું ધ્યાન રાખે છે, તે જ તેમને અદ્ભુત બનાવે છે.”
આ વીડિયો સાબિત કરે છે કે પ્રાણીઓમાં પણ કરુણા અને રક્ષણની ભાવના હોય છે. હાથીએ માત્ર એક જીવ બચાવ્યો જ નથી, પણ માણસોને પણ એકબીજાની મદદ કરવાનો મોટો સંદેશ આપ્યો છે.