સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સંપડાઈ છે. વિવાદ એવો છે કે, મહિલા કર્મચારીઓને કાયમી કરવા માટે ફિઝિકલ ટેસ્ટ લેવાય છે. જેમાં 10થી વધારે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફિઝિકલ ટેસ્ટ લેવાયા અને આ મહિલાઓને તેમના અંગત સવાલો કરતા મામલો બિચકાયો હતા. ત્યારે આ તમામ મામલાની જાણ કર્મચારી યુનિયન દ્વારા મનપા કમિશ્નરને એક લેખિત ફરિયાદ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત શહેરમાં દિન-પ્રતિદિન શરમજનક ઘટનાઓ બનતી જોવા મળી રહી છે.થોડાક દિવસો પહેલા ભૂજની સહજાનંદ કોલેજમાં માસિક ધર્મને લઈ ભારે વિવાદ જોવા મળ્યો હતો. જો કે તે મામલો હજી શાંત થયો નથી તેવામાં તો એક બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવમાં સુરતમાં આવેલી સ્મીમેર હોસ્પિટલમાં 10થી વધારે મહિલાઓને નિવસ્ત્ર કરી ફિઝીકલ ટેસ્ટ લેવામાં આવ્યો હતો અને તેમને અંગત સવાલો કરતા મહિલા કર્મીઓ ગુસ્સે ભરાઈ હતી. જેથી તમામ મહિલાઓ શરમમાં મુકાઈ હતી અને કેટલીક મહિલાઓ રડવા પણ લાગી હતી.
આ ઘટનાની જાણ તમામ મહિલાઓએ તેઓના યુનિયને કરી હતી જેથી તેમણે મ્યૂનિસિપલ કમિશ્નરને ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે તાત્કાલિક તેઓએ તપાસના આદેશ આપ્યા હતા. જે રીતે ફીટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો તે કેટલો યોગ્ય છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.