રેલવે પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયામાં મળે છે, હવે તમે ટિકિટ ફ્રીમાં મેળવી શકો છો. ભારતીય રેલવેએ દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર એક એવું મશીન મુક્યું છે, જે માંથી તમે ફ્રીમાં રોલવે પ્ટેલફોર્મ ટિકિટ લઈ શકો છો. જોકે, તેના માટે તમારે મશીનની સામે ઉઠક-બેઠક કરવી પડશે. 180 સેકેન્ડમાં 30 વખત ઉઠક-બેઠક કરનારા લોકોને ફ્રીમાં પ્લેટફોર્મ ટિકિટ મેળવી શકે છે.
જણાવી દઈએ કે, રેલવે દ્વારા ફિટનેસને પ્રોત્સાહન આપવા આ પહેલ કરવામાં આવી છે. આ મશીનને ફિટ ઈન્ડિયા ઉઠક-બેઠક મશીન નામ આપવામાં આવ્યું છે. આ મશીનનો વીડિયો રેલવે મંત્રી પીયૂષ ગોયલ અન રેલવે મંત્રાલયે ટ્વીટ કર્યો છે. રેલવેની આ અલગ પહેલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.