મોટેરા સ્ટેડિયમનો ગેટ ઘરાશયી થતા અફરા તફરી મચી ગઈ છે. તે રૂટ પર આવેલો ગેટ નંબર ત્રણ પડ્યો. ઘટના અંગેની જાણ અધિકારીઓને થતા થોડીવાર માટે ભાગદોડ મચી ગઈ હતી. પવનના કારણે આ ગેટ પડ્યો હતો. જ્યારે દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. કમિશનર વિજય નહેરાએ પરિપત્રમાં જણાવ્યું છે કે ટ્રમ્પ અને પીએમ મોદીનો 22 કિમી રોડ શો નહીં હોય. રોડ શો ફક્ત એરપોર્ટથી સ્ટેડિયમ સુધીનો જ હશે. સાથે જ ગાંધી આશ્રમની મુલાકાત વિષે પણ કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.
