અમદાવાદ અમદાવાદ માં ઉત્સવ નો માહોલ જમ્યો છે અને અનેક મહાનુભવો હાજર રહેવાના છે ત્યારે સામાન્ય જનતા ને પણ સવાલ થાય કે શું આપણે પણ ભાગ ના લઇ શકીયે તો જવાબ છે જીહા, બિલકુલ ભાગ લઇ શકો છો ,નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના 24 ફેબ્રુઆરીના રોડ શોમાં જાહેર જનતા પણ ભાગ લઇ શકે એ માટે ખાસ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ સ્થળેથી ઇન્ડિયા રોડ શો સુધી લઇ જવા માટે વિના મૂલ્યે બસ સેવા ઉભી કરવામાં આવી છે. સવારે 10 વાગ્યા સુધી સતત આ બસ સેવાનો લાભ મળી શકશે. આ માટે પશ્ચિમ અને પૂર્વ એમ બે ઝોન ઉભા કરવામાં આવ્યા છે, જ્યાંથી બસ સેવાનો લાભ મળી શકશે.જે શહેરીજનો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે તેઓએ બીઆરટીએસ બસમાં આરટીઓ સર્કલ સુધી આવી સુભાષબ્રિજ ચાર રસ્તા પાસેથી રોડ શોમાં પહોંચવાનું રહેશે.એમ સૂત્રો એ જણાવ્યું હતુ
અને જે શહેરીજનો પોતાના વાહન લઈ આવવા ઇચ્છે છે તેઓએ રિવરફ્રન્ટ, વલ્લભસદન-આશ્રમરોડ પાસેના પાર્કિંગમાં પોતાના વાહન પાર્ક કરીને વિના મૂલ્યે બસ દ્વારા રોડ શોના સ્થળે પહોંચવાનું રહેશે. આ ઉપરાંત સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતે પણ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ સ્થળેથી વિનામૂલ્યે બસ દ્વારા રોડ શોનાં સ્થળે પહોંચવાનું રહેશે.એમ આપપણ રીતે ટ્રમ્પ પરિવાર અને મોદીજી ના કાફલા ને રોડ શો ના માધ્યમ થી નજીક થી નિહાળી શકશો