અમદાવાદ માં એક એવો બનાવ સામે આવ્યો કે એક યુવતી સ્નાન કરવામાં મગ્ન હતી પણ તેને અચાનક એવો ભાસ થયો કે કોઈ તને ઘૂરી રહ્યું છે અને જોયું તો ચોકી ગઈ કે ખરેખર એ સાચું હતું.
અમદાવાદ ના કેશવનગર પાસે જેપીની ચાલીમાં રહેતી 30 વર્ષની યુવતી સવારના સમયે રિવરફ્રન્ટ તરફ બનાવેલા અડધા ખુલ્લા બાથરૂમમાં નાહવા ગઈ હતી.અને જ્યારે તે સ્નાન કરતી હતી ત્યારે તેની નજર ઉપર રાખેલા મોબાઈલ ફોન પર પડી હતી. જેથી તે ચોકી ગઈ હતી કેમકે તેમાં રેકોર્ડિંગ થઈ રહ્યું હતું ,યુવતીએ બહાર આવી મોબાઈલ લેવા ગઈ ત્યારે પાડોશમાં રહેતા એક યુવકે આ મોબાઈલ ઝૂંટવી લીધો હતો. તેને પૂછતાં આ મોબાઈલ તેનો જ હોવાનું કહ્યું હતું. મોબાઈલમાં જોતા 46 સેકન્ડનો યુવતીનો નાહતા સમયનો વિડીયો ઉતારેલો હતો. જેથી આ બાબતે પોલીસને જાણ કરતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ આવી પહોંચી હતી અને આરોપી યુવકની ધરપકડ કરી હતી.
આ બનાવે અહીંના સ્થાનિક વિસ્તાર માં ભારે ચકચાર જગાવી હતી
