અમદાવાદઃ 24 મી એ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઇ સમગ્ર અમદાવાદ શહેરને નવેલી દુલ્હની જેમ શણગારવામાં આવ્યું છે. શહેરમાં ચારેબાજુ રોશની જ રોશની જોવા મળી રહી છે.અને દિવાળી જેવો નઝારો જોવા મળી રહ્યો છે અમદાવાદ ના સર્કલ, બીઆરટીએસ સ્ટેન્ડ્સ, રિવરફ્રન્ટ, ઓવરબ્રિજ વગેરે જગ્યાએ લાઇટિંગ કરવામાં આવી છે. આ ઉપરાંત નમસ્તે ટ્રમ્પના બેનર અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત રસ્તાઓ પણ જુદા જુદા રંગની લાઇટિંગ કરવામાં આવી છે જેનો અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે .અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે છે. ટ્રમ્પના સ્વાગતમાં કોઇપણ પ્રકારની અછત ન રહી જાય તેનું પુરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એરપોર્ટથી ગાંધી આશ્રમ અને સ્ટેડિયમ સહિતના વિસ્તારોમાં રોડ ક્લિન કરી દેવામાં આવ્યા છે. ત્યારે દિવાલો પર પણ ટ્રમ્પ અને મોદીના ચિત્રો દોરવામાં આવ્યા છે. આજે વહેલી સવારે એરપોર્ટ અને સ્ટેડિયમની આસપાસ ભારત અને અમેરિકાના રાષ્ટ્રધ્વજ ફરકાવી દેવાયા છે. તે સિવાય અન્ય અલગ-અલગ કલરના ફ્લેગ પણ રોડ પર જોવા મળ્યા છે.અતિથિ દેવો ભવો ગણાતા ભારતીય સંસ્કૃતિ ના અહીં દ્રશ્યો જોવા મળી રહ્યા છે