અમદાવાદ માં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ ની મુલાકાત ની પૂર્વ સંધ્યા એ લુખ્ખા તત્વો એ એક પોલીસ કર્મચારી ની જાહેર માં ચપ્પૂ મારી હત્યા કરી નાખતા પોલીસ દોડતી થઈ ગઈ છે વિગતો મુજબ શહેર ના શાહીબાગના ચમનપુરામાં રૈન બસેરા વિસ્તારમાં ચાઇના ગેંગના સાગરિતોએ નજીવી તકરાર જમવા ગયેલા કોન્સ્ટેબલ અને તેના મિત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.જેમાં કોન્સ્ટેબલનું મોત થયું હતું જ્યારે તેનો મિત્ર ત્યાંથી ભાગી જતા બચી ગયો હતો. મિત્રની ફરિયાદના આધારે શાહીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શાહીબાગમાં કડિયાની ચાલીમાં રહેતા અને પૂર્વ મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવીન્દ્ર જાડેજા તેના મિત્ર ધવલ સોલંકી સાથે સાંજના સાત વાગ્યાની આસપાસ રૈનબસેરા પાસે જમવા ગયા હતાં. ત્યારે ચાઇના ગેંગના ચારથી પાંચ જેટલા શખ્સોએ આવીને પોલીસ કોન્સ્ટેબલને ‘તું મને ઓળખે છે’ તેમ કહી તકરાર કરી હતી અને ચપ્પુ વડે બંને પર હુમલો કર્યો હતો, જેમાં ધવલને ચપ્પુના ત્રણેક ઘા વાગ્યા હતાં, પરંતુ તે નાસી જતા બચી ગયો હતો. જ્યારે ગાદીના ઓપરેશનને કારણે કોન્સ્ટેબલ રવીન્દ્ર દોડી ન શકતા ચાઈના ગેંગના સાગરિતોએ સાતથી આઠ ઘા મારતા તે રસ્તા પર ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.આમ ટ્રમ્પ ની મુલાકાત અગાઉ જ પોલીસ કર્મચારી ની હત્યા થતા કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ નો તાગ મેળવી શકાય છે.
