અમદાવાદના મોટેરા સ્ટેડિયમ માં ઉત્સવ નો માહોલ સર્જાયો છે, પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ના કાર્યક્રમ માં સામેલ થવા 150 એસટી બસમાં લગભગ દશ હજારનો કાફલો સોમવારે વહેલી સવારે વડોદરા થી અમદાવાદ જવા રવાના થયો હતો,વિગતો
સોમવારે સવારે 10 વાગ્યા સુધીમાં વડોદરાથી બસોનો કાફલો મોટેરા સ્ટેડિયમના પાર્કિંગમાં પહોચી જાય તે રીતે અગાઉ થી આયોજન કરાયું હતું અને તેના આયોજન માટે ત્રણ બસ સૌથી પહેલાં રવાના કરવામાં આવી હતી. સોમવારે સવારે સવા પાંચ વાગ્યાથી 23-23 બસનો કાફલો દર પંદર મિનિટે અમદાવાદ જવા રવાના થયો હતો તમામ વ્યવસ્થાના સંચાલન માટે કંટ્રોલરૂ મ કાર્યરત કરવામાં આવ્યો છે અને તેની જવાબદારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બીબી ચૌધરી, પાલિકાના આઇટી ડાયરેક્ટર મનીષ ભટ્ટ તેમજ શમિક જોષીને સોંપવામાં આવી છે. સોમવારે અમદાવાદ જનારા 10 હજાર લોકો માટે તંત્રે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા રાખી છે અને સવારે ચા-નાસ્તા બાદ ફૂડ પેકેટ્સ આપવામાં આવશે.વડોદરા શહેર માટે 80 બસ ફાળવવામાં આવી છે અને વિવિધ સ્વૈચ્છિક-ધાર્મિક સંસ્થાઓના કાર્યકરો પણ અમદાવાદ ગયા છે. કાર્યક્રમમાં હાજરી આપવા વડોદરા શહેરમાંથી 2 હજાર કરતાં વધારે વિદ્યાર્થી બસમાં રવાના થયા હતા જેમાં મ.સ.યુનિ.માંથી બે બસમાં 100 જેટલા વિદ્યાર્થી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થયા હતા.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડોદરામાંથી 700 જેટલા બિઝનેસમેન અમદાવાદ આવી પહોંચ્યા હતા. નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં દેશભરમાંથી ઉદ્યોગજગતના અગ્રણીઓ હાજર રહેશે, જેમાં વડોદરામાંથી 700 જેટલા બિઝનેસમેન તથા ઇન્ડ. એસોસિયેશનના પ્રતિનિધિઓ નો પણ સમાવેશ થાય છે
