અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા ટ્રમ્પની સાથે મોટેરા સ્ટેડિયમ પહોંચતા પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની સાથે અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું જોરદાર સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે મોટેરા સ્ટેડિયમમાં એક નવો ઈતિહાસ રચ્યો હતો. ત્યાર બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નમસ્તેની સાથે પોતાનું ભાષણ શરૂ કર્યું અને કહ્યું ભારતની વિવધતા અભૂતપૂર્વ છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં બોલીવુડનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે બોલિવૂડ ટેલેન્ટનું કેન્દ્ર છે જે દુનિયાને મનોરંજન આપે છે. આ સાથે તેમણે કહ્યું હતું કે ‘DDLJ’ અને ‘શોલે’ જેવી ક્લાસિક ફિલ્મ જોવાનું વિશ્વને પસંદ છે. જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે ભારત આવ્યા છે. તે દરમિયાન, એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતીય રિવાજો સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.