અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા અને પુત્રી ઈવાન્કા હાલ ભારત ના બે દિવસીય પ્રવાસે છે ત્યારે ડ્રેસ ની વાત કરવામાં આવે તો આજે સોમવારે સવારે પ્રથમ દિવસે અમદાવાદમાં ટ્રમ્પ લેમન યલો રંગની ટાઈ અને બ્લેક શુટમાં જોવા મળ્યા હતા. જ્યારે મેલેનિયા સફેદ જમ્પ શુટ અને ગ્રીન બેલ્ટમાં અને પુત્રી ઈવાન્કા એક વર્ષ જુના લાલ રંગના ફુલો વાળા લાઈટ બ્લુ ડ્રેસમાં જોવા મળી હતી. ઈવાન્કાના આ ડ્રેસની કિંમત 1,71,331 રૂપિયા આંકવામાં આવે છે.અને આ ડ્રેસ
પ્રોશાઁ શોલર બ્રાન્ડે ડિઝાઈન કર્યો છે અત્રે નોંધનીય બાબત તો એ છે કે ઈવાન્કા વર્ષ 2019માં ભારત આવ્યા ત્યારે પણ આજ ડ્રેસમાં જોવા મળ્યા હતા ,ગત વર્ષે અર્જેન્ટીનાની મુલાકાત વખતે પણ તેમણે આજ ફ્રોક પહેર્યું હતું. આ ડ્રેસની કિંમત આશરે 1,71,331 રૂપિયા (2,385 અમેરિકન ડોલર)નો હોવાનું મનાય છે. આ ડ્રેસને રેડ મિડી ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસ તરીકે ઓળખવામાં આવે છે, જેને પ્રોશાઁ શોલર બ્રાન્ડે ડિઝાઈન કર્યો છે.
મેલેનિયાએ સફેદ રંગ, ટ્રમ્પે લેમન યલો ટાઈ પહેરી તેની પાછળ પણ એક લોજીક છે. એવું કહી શકાય કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ તેમના રાબેતા મુજબના બ્લેક સુટમાં હતા પરંતુ તેમણે પહેરેલી લેમન યલો કલરની ટાઈ ધ્યાન ખેંચતી હતી. પરંપરાગત રીતે પાશ્ચાત્ય દેશોમાં ટાઈનો કલર કશુંક સુચવતો હોય છે. એ મુજબ લેમન યલો કલર આશાવાદનું પ્રતીક મનાય છે. આ રંગની ટાઈ પહેરીને ટ્રમ્પે ભારત પ્રત્યેથી મોટી આશા હોવાનો સંકેત આપ્યો ગણાય. જ્યારે મેલેનિયાએ વ્હાઈટ ડ્રેસ પહેર્યો હતો, તેના પર ગ્રીન વર્ક કરેલો બેલ્ટ ધારણ કર્યો હતો. સફેદ રંગ શાંતિ અને શાલીનતાનું પ્રતીક છે.આમ વિદેશી મહેમાનો ના ડ્રેસ અંગે પણ જાણકારો માં આ મત પ્રવર્તી રહ્યો છે.
