નિર્ભયા સામુહિક દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટ આજે કેન્દ્ર સરકારની અરજી પર સુનાવણી કરશે. કેન્દ્રએ આ અરજીમાં નિર્ભયા કેસના આરોપીઓને અલગ-અલગ ફાંસી માટે આદેશ આપવાની માંગ કરી છે. આ મામલે જસ્ટિસ આર ભાનુમતિની આગેવાની વાળી 3 જજોની પીઠ સુનાવણી કરશે. જણાવી દઈએ કે, કેન્દ્રએ દિલ્હી હાઈકોર્ટમાં પોતાની અરજી ફગાવાયા બાદ સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. કેન્દ્રની અરજી ફગાવતી દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે, નિર્ભયા કે,ના તમામ આરોપીઓને અલગ-અલગ ફાંસી ના આપી શકાય.
જણાવી દઈએ કે, દિલ્હીની એક અદાલતે તાજેતરમાં નિર્ભયા સામુહિક દુષ્કર્મ અને હત્યાકાંડના ચારેય આરોપીઓ માટે નવું ડેથ વૉરન્ટ ઈસ્યૂ કર્યું હતું. જે પ્રમાણે ચારેય આરોપીઓને 3 માર્ચે ફાંસીના માચડે લટકાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, ચારેય આરોપીઓ મુકેશ, પવન, વિનય અને અક્ષયને 3 માર્ચ વહેલી સવારે 6 વાગ્યે ફાંસી પર લટકાવવામાં આવે અને ત્યાં સુધી લટકાવવામાં આવે, જ્યાં સુધી તેમનું મોત ના થઈ જાય. આ ત્રીજી વખત છે, જ્યારે ચારેય આરોપીઓ માટે અદાલતે ડેથ વૉરન્ટ જાહેર કર્યું હોય.