દિલ્હીમાં હિંસામાં 3 પત્રકાર પણ ઈજાગ્રસ્ત થયા છે. JK 24X7 ન્યૂઝના પત્રકાર આકાશને ગોળી લાગી છે. તે મૌજપુરમાં હિંસાને કવર કરી રહ્યા હતા. તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ફોટોજર્નાલિસ્ટ સાથે પણ ખૂબ જ ખરાબ વ્યવહાર થયો હતો. તેમના ધર્મની ઓળખ કરવા માટે અસામાજિત તત્વોએ તેમને પેન્ટ ઉતારવાની ધમકી આપી હતી.
એનડીટીવી ચેનલના બે પત્રકારો પર પણ હુમલો થયો છે. ચેનલના એક્ઝીક્યૂટિવ એડિટર નિધિ રાજદાને ટ્વીટર પર તેની પુષ્ટિ કરી છે. રાજદાને લખ્યુ કે, બંને ઉપર 25 ફેબ્રુઆરીએ અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે. નિધિ રાજદાન મુજબ, અરવિંદ ગુનાસેકર અને સૌરભ શુક્લા પર દિલ્હીમાં ટોળાએ હુમલો કર્યો છે. તેઓએ મારવાનું ત્યારે બંધ કર્યુ જ્યારે તેમણે જોયુ કે તેઓ ‘અમારા લોકો- હિંદુ’ છે.
આ ઉપરાંત ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ફોટોજર્નાલિસ્ટ ઉત્તર-પૂર્વ વિસ્તારમાં તસવીરો લઈ રહ્યો હતો આ દરમિયાન ટોળાએ તેમના ધર્મ વિશે પૂછ્યુ અને તેમના ધર્મની ઓળખ કરવા માટે તેને પેન્ટ ઉતારવાની પણ ધમકી આપી હતી.