અમદાવાદ: અમદાવાદ માં પોતાની ઉંમર ના બાળકો સાથે સંતાકૂકડી રમી રહેલી સાડા બાર વર્ષની નાની બાળકી ને જોઈ હવસ નો કીડો ઉપડતા એક મોટી ઉંમર ના પાડોશમાં રહેતા આધેડે બાળકી ને બાથ માં લઇ મોબાઈલ માં પોર્ન બતાવી કપડાં ઉતારી બળાત્કારા ગુજાર્યો હતો ખુબજ ઝનૂન માં આવી જઇ બાળકી ઉપર પાશવી બળાત્કાર ગુજારતા બાળકી લોહી લુહાણ થઈ જતા અને બીજી તરફ હવસ નો નશો પૂરો થતાં ગભરાઈ ગયેલો આધેડ ત્યાંથી ભાગી છૂટ્યો હતો વિગતો મુજબ આ કિશોરી દુષ્કર્મ ગુજારનારના દીકરા સાથે સંતાકૂકડી રમી રહી હતી. દરમિયાન આધેડે તેને ધાબા પર લઈ જઈ અશ્લીલ વીડિયો બતાવી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે કિશોરીની માતાએ સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ધાબા પર સંતાકૂકડી રમતી હતી ત્યારે આધેડે પોતાના દીકરાને નીચે મોકલી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો અને ભાગી ગયો હતો, અમદાવાદ ના ઘાટલોડિયા ચાણકયપુરીમાં એક દંપતી બે દીકરા અને સાડા બાર વર્ષની દીકરી સાથે રહે છે. રવિવારે ઘરે સંબંધી આવ્યા હોવાથી બાળકી ના માતા-પિતા મહેમાન ને લઇને લાલ દરવાજા રવિવારી બજારમાં ગયા હતા, ત્યારે ત્રણેય બાળકો ઘરે જ હતાં. જેમાંથી બાળકી પડોશમાં રહેતા ભૂપેન્દ્ર પરમારનાં બાળકો સાથે તેમના જ ઘરે રમી રહી હતી. રાત્રે બાળકી ઘરે આવીને દરવાજા પાસે ઊભી રહીને રડી રહી હતી, આથી માતાએ પૂછતાં તેણે જણાવ્યું હતું કે, તે બાજુના દીકરા અને અન્ય એક કિશોરી સાથે ધાબા પર તે સંતાકૂકડી રમી રહી હતી ત્યારે ભૂપેન્દ્ર કાકાએ દીકરાને મારીને નીચે ભગાડી મૂક્યો હતો અને ધાબા ઉપર રોકી દીધી હતી. ત્યારબાદ ભૂપેન્દ્રે મોબાઇલમાં અશ્લીલ વીડિયો બતાવી બળાત્કાર ગુજાર્યો હતો.
સપનાની વાત સાંભળીને તેનાં માતાપિતા તેને લઇને ભૂપેન્દ્રભાઇના ઘરે ગયા હતા, પરંતુ તે ત્યાંથી ભાગી ગયો હતો. જેથી આ અંગે સપનાની માતાએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કિશોરીનું મેડિકલ ચેકઅપ કરાયું
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી.જાડેજાએ જણાવ્યુ હતું કે, સપના જ્યારે ઘરે પહોંચી ત્યારે તેને ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હોવાથી તેના કપડાં બગડી ગયાં હતાં, આથી બાળકી ને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં તેની સાથે બદકામ થયું હોવાનુ બહાર આવ્યું હોવાની વાત ને પૃષ્ટિ મળી છે. આ બનાવ ની જાણ થતાં જ હવસખોર અંકલ સામે ફિટકાર ની લાગણી ફેલાઇ છે.
