ભારતીય સ્ટેટ બેન્કે પોતાના ભાવ વધારી દીધી છે. હવે આ તમામ સર્વિસ મોંધી થઈ જશે. સેફ ડિપોજિટ લઈને વર્ષનો ચાર્જ 500 રૂપિયા મોંઘો કરી દીધો છે. હવે એક વર્ષ માટે સ્મોલ લોકર રેન્ટલ ચાર્જ 2 હજાર રૂપિયા થઈ ગયો છે. સાથે જ એકસ્ટ્રા લાર્જ લોકર હવે ગ્રાહકોને 9 હજાર રૂપિયાની જગ્યાએ 12 હજાર રૂપિયામાં મળશે. મીડિયમ લોકર માટે ગ્રાહકોને એક વર્ષ માટે 4 હજાર રૂપિયા ચૂકવવાના રહેશે. આ ચાર્જ હવે 1 હજાર રૂપિયા મોંઘુ થયુ છે. સાથે જ એક વર્ષ માટે લાર્જ લોકરનો ચાર્જ 2 હજાર રૂપિયા મોંઘો થઈ ગયો છે અને તેનો વર્ષનો ચાર્જ 8 હજાર રૂપિયા થઈ ગયો છે. આ નવા ચાર્જ 31 માર્ચથી અમલમાં આવશે.
SBIની શાખાઓ સેમી અર્બન અને ગ્રામીણ ક્ષેત્રોમાં સસ્તી સેવાઓ પ્રદાન કરે છે. આ લોકોર માટે ગ્રાહક 1,500 રૂપિયાથી લઈને 9 હજાર રૂપિયા સુધી ચૂકવવામાં આવે છે. SBIની શાખાઓમાં લોકર ચાર્જ 33 ટકા વધારી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ નવો દર માત્ર મેટ્રો અને અર્બન શહેરો પર જ લાગુ થશે. જેમાં GST સામેલ નહી હોય.