સરકાર ની 100 ટકા ગ્રાન્ટ મેળવનાર શ્રીજી કેળવણી મંડળ ટ્રસ્ટ
દ્વારા કેટલીક ગેરરીતિઓ મામલે વિવાદ માં આવ્યા બાદ તેની સામે ઉઠેલી ફરિયાદો અને તપાસ ની માંગ બાદ મામલો ચેરીટી કમિશ્નર સુધી પહોંચ્યો છે અને શ્રીજી કેળવણી મંડળ ના સને 2011 થી 2017 ના તમામ હિસાબો ના સ્પેશ્યલ ઓડિટ માટે નો ધમધમાટ શરૂ થયો છે અને આ માટે સ્પેશ્યલ ચાર્ટર એકાઉન્ટ ની પણ નિમણુંક કરી દેવામાં આવતા હવે ઓડિટ દરમ્યાન બહાર આવનારી તપાસ ઉપર સબંધીતો ની મીટ મંડાઈ છે.
જોકે, શ્રીજી કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા પોતાના વકીલ મારફતે આ સ્પેશ્યલ ઓડિટ સામે સ્ટે લાવવાની વળતી કાર્યવાહી પણ કરી હતી પરંતુ ચેરિટી કમિશ્નર અમદાવાદ તરફ થી પણ ટ્રસ્ટ ને પોતે સરકાર ની ગ્રાન્ટ વાપરતું હોય તો શા માટે ઓડિટ સામે વાંધો હોવો જોઈએ તે પ્રકાર નું નોટિંગ સાથે સ્પેશ્યલ ઓડિટ માટે ચાર્ટર એકાઉન્ટ ની નિમણુંક નો ઓર્ડર આપી દીધો છે, અને ટૂંકા ગાળા નો સ્ટે આપવાનો પણ ચેરિટી કમિશ્નર દ્વારા ઇન્કાર કરી દેવાયો છે અને નિમણૂક કરેલા ચાર્ટર એકાઉન્ટ ને પણ નક્કી કરેલી સમય મર્યાદા માં ઓડિટ કરવા પત્ર પણ પાઠવી દીધો છે.
સરકારી ગ્રાન્ટ ના દુરુપયોગ મામલે ટ્રસ્ટ સામે ફરિયાદો ઉઠતા તેની સામે ના અહેવાલો બહાર લાવનાર મીડિયા ને પણ દબાવવાની કોશિશ કરનાર આ ટ્રસ્ટ હવે વિવાદ પકડી રહ્યું છે અને વિવાદી હરકતો જ ઘણું બધું સૂચવી જાય છે કારણ કે લોકશાહી માં ચોથી જાગીર નો પાવર ધરાવતા અખબારો અને મીડિયા સરકારી તિજોરી લૂંટાઈ રહી હોય તેવી ફરીયાદો જ્યાં ઉઠતી હોય તેને વાચા આપવાનો અધિકાર ધરાવે છે અને તેજ અહેવાલો ઉજાગર કરતું હોય છે જે મીડિયા ની ફરજ માં આવે છે અને આવા અહેવાલો સામે જેતે પાર્ટી પોતાનું વર્જન કે પોતાનો મત મીડિયા માં રજૂ કરતું હોય છે પરંતુ આ વાત ટ્રસ્ટ ના જવાબદારો ભૂલી જાય છે અને અખબારો ને ચૂપ કરાવવા માટે ધમપછાડા કરતા નજરે પડે ત્યારે તેઓ ની અજ્ઞાનતા સામે આવી રહી છે, મીડિયા ક્યારેય સાચી વાત જનતા સામે લાવવામાં કોઈ થી ડરતું નથી અને તે પોતાની ફરજ નિભાવતું રહેશે.
