26 વર્ષની ઉંમરમાં oyo હોટલના માલિકની Hurun Global Rich List 2020માં સંપત્તિ 1.1 બિલિયન ડોલર (7,800 કરોડ) રૂપિયા આંકવામાં આવી છે. જણાવી દઈએ કે, પહેલા નંબરે અમેરિકન મીડિયા પર્સનાલિટી અને કોસ્મેટિક ક્વીન કાઈલી જેનર છે. જેણે 22 વર્ષની ઉંમરમાં 1.1 બિલિયન ડોલરની કમાણી કરી છે
રિતેશના OYO Roomsમાં સોફ્ટબેંક ગ્રુપ, ગ્રીનઓક્સ, સેક્યૂઈયા કેપિટલ અને લાઈટસ્પ્રેડ ઈન્ડિયા જેવી કંપનીઓએ રોકાણ કર્યું હતું. તેણે તેની શરૂઆત 2013માં કરી હતી. ધીમે ધીમે રિતેશનું આ સ્ટાર્ટઅપ ભારતથી લઈને ચાઈના, અમેરિકા અને યૂરોપમાં ફેલાતો ગયો. OYOએ 2023માં વિશ્વની સૌથી મોટી હોટેલ ચેન બનાવવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે.
રિતેશના માતા-પિતા ઈચ્છતા હતા કે, તે IITમાં એડમિશન લે અને ભવિષ્યમાં એન્જિનિયર બને. રિતેશ પણ કોટા, રાજસ્થાનમાં રહીને IIT એન્ટ્રેસ એક્ઝામની તૈયારીમાં લાગી ગયો હતો. પણ બાદમાં તેણે દિલ્હીની ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ ફાયનેન્સમાં એડમિશન લીધુ પણ પોતાની કંપની શરૂ કરવા માટે કોર્સને અધવચ્ચે છોડી દીધું.
રિતેશે IITની તૈયારી છોડીને પોતાના બિઝનેસની તૈયારી શરૂ કરી હતી. 19 વર્ષના રિતેશ અગ્રવાલ મહિનાઓ ફરતા અને બજેટ હોટેલમાં રોકાતો, જેથી ત્યાંની તમામ વસ્તુ વિશે માહિતી એકઠી કરી શકે. પોતાના અનુભવના આધારે રિતેશે પોતાનો પ્રથમ સ્ટાર્ટ-અપ યાત્રાની શરૂઆત કરી હતી. થોડા સમય બાદ રિતેશે એક વેબસાઈટ તૈયાર કરી હતી, જ્યાં સસ્તા અને બજેટમાં હોટેલ વિશે જાણકારી આપવામાં આવતી હતી. આ વેબસાઈટનું નામ રાખ્યું ‘ઓરાવલ’.