આજે વિધાનસભા ગૃહમાં બાળકના કુપોષણના રજુ થયેલા આંકડાએ હડકંપ મચાવી દીધો છે. જે દર્શાવે છે કે, રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થયો છે.
રજુ કરેલા આંકડા મુજબ કુપોષિત બાળકોની સંખ્યામાં છેલ્લા 6 મહિનામાં 3 ગણો વધારો થયો છે. 6 મહિના અગાઉ 1,42,142 બાળકો કુપોષિત હતા અને જે 6 મહિનામાં વધીને 3,83,840 થયા છે.
જિલા પ્રમાણે કુપોષિત બાળકોના દરમાં બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં અગ્રેસર છે. જ્યાં કુપોષિત બાળકોની સંખ્યા 6,071 બાળકો માંથી વધીને 28,265 થઇ છે. કુપોષણ થી પીડાતા બાળકોની સંખ્યામાં 2,41,698 બાળકો નો વધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં 28265 બાળકો ઓછા વજનવાળા છે.
જિલ્લાવાર કુપોષિત બાળકોની સંખ્યા
- નર્મદા 17949
- પોરબંદર ૧૨૫૮
- રાજકોટ 8300
- મોરબી 5035
- કચ્છ 11439
- પાટણ 13481
- અમરેલી 8291
- ભાવનગર 12104
- અરવલ્લી 10377
- સાબરકાંઠા 16906
- ખેડા 19269
- પંચમહાલ 20036
- સુરત 14916
- ભરૂચ 13988
- વડોદરા 20806
- બનાસકાંઠા 28265
- મહેસાણા 8424
- દાહોદ 22613
- છોટાઉદેપુર 12952
- આણંદ 26021
- મહીસાગર 9715
- સુરેન્દ્રનગર 128776
- બોટાદ 1392
- જૂનાગઢ 5950
- ગીર સોમનાથ 4395
- ડાંગ 5422
- વલસાડ 9526
- ગાંધીનગર 13202
- અમદાવાદ 7919
- દેવભૂમિ દ્વારકા 4221
- જામનગર 5858
- તાપી 6999
- નવસારી 4035
- કુલ 383840