વડોદરાઃ ટેકનોલોજી ક્ષેત્રે ભારત હરણફાળ ભરી રહ્યુ છે અને પેટ્રોલ ના વિકલ્પ પણ આવી ગયા છે સાથેસાથે પર્યાવરણ સુરક્ષા માટે નો પ્રથમ પ્રયાસ જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની HPCL દ્વારા વડોદરામાં ગુજરાતના પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કર્યો છે. HPCLના ડાયરેક્ટર માર્કેટિંગ રાકેશ મિશ્રીએ કારેલીબાગના કંપની સંચાલિત પેટ્રોલપંપ ખાતે તેનો પ્રારંભ કરાવ્યો હતો.
બેટરીની કિંમત ઓછી થાય તે માટેના સતત પ્રયાસો થઇ રહ્યા છે
HPCLના ડાયરેક્ટર માર્કેટિંગ રાકેશ મિશ્રીએજણાવ્યું હતું કે, ગુજરાતનું પ્રથમ ચાર્જિંગ સ્ટેશન વડોદરામાં શરૂ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં તબક્કાવાર ચાર્જિંગ સ્ટેશનો શરૂ કરવામાં આવશે. હાલમાં ઇલેકટ્રીક ગાડીઓનો વપરાશ ઓછો છે. જેનું મુખ્ય કારણ ગાડીઓની કિંમત વધારે છે. ગાડીઓની કિંમત ઓછી કરવા માટે ગાડીઓમાં વપરાશમાં લેવાતી બેટરી મોંઘી છે. પરંતુ, બેટરીની કિંમત ઓછી થાય તે માટેના સતત પ્રયાસો ચાલી રહ્યા છે.
આરટીઓની નોંધણી પ્રમાણે વડોદરામાં 185 જેટલા ઇલેક્ટ્રીક વાહનો છે
કંપનીના પ્રવક્તા પંકજ વાસવાણીએ જણાવ્યું હતું કે તબક્કાવાર વડોદરામાં 3 અને સુરતમાં આવા 4 ઇવીસી શરૂ કરવાનું આયોજન છે. આરટીઓના જણાવ્યા પ્રમાણે વડોદરામાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલર મળીને કુલ 185 જેટલા વિદ્યુત વાહનો નોંધાયેલા છે. HPCLએ NTPC પાસેથી આ ચાર્જિંગ સ્ટેશન મેળવ્યા છે. જેમાં ફાસ્ટ ચાર્જિંગ અને સ્લો ચાર્જિંગ એમ બે પ્રકારે વિદ્યુત વાહન ચાર્જ કરાવી શકાય છે.આમ વડોદરા ખાતે ચાર્જીગ સ્ટેશન ઉભું થતા હવે નવી શરૂઆત નો નવો અધ્યાય શરૂ થયો છે અને પેટ્રોલ ના વિકલ્પ ગેસ અને હવે ઇલેક્ટ્રિક પંપ આવી જતા નવી પેઢી ના નવા યુગ ના મંડાણ થયા છે
