કોરોનાવાયરસથી ચીનને આ એક મોટો ફાયદો થતો જોવા મળી રહ્યો છેેેે. અસરગ્રસ્ત ચીનમાં પ્રદૂષણની માત્રામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. યુએસ સ્પેસ એજન્સી નાસાએ સેટેલાઇટની તસ્વીર જારી કરતાં કહ્યું છે કે ચીનમાં આર્થિક મંદીના કારણે પ્રદૂષણનું પ્રમાણ ઘટ્યું છે.
નાસાની આ તસ્વીર ચાઇનાનાં મોટા શહેરોની ઉપર નાઇટ્રોજન ડાયોક્સાઇડના ઘટતા સ્તરને દર્શાવે છે. નાસાએ 2019 અને 2020 ના પહેલા બે મહિનાની તુલના કરી છે. નાસાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે નાઇટ્રોજન ડાયોક્સાઇડના સ્તરમાં ઘટાડો મોટર વાહનોના ઓછા ચલવા અને વુહાન-શંઘાઈ જેવા ઔદ્યોગિક શહેરમાં આર્થિક પ્રવૃત્તિને કારણે થયો છે.
નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના હવાઈ ગુણવત્તાની સંશોધનકારે એક ખનગી માધ્યમને જણાવ્યું હતું કે, મેં પ્રથમ વખત જોયું છે કે કોઈ ખાસ કારણોસર કોઈ વિસ્તારમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો છે.
તેમને જણાવ્યું હતું કે, 2008 માં આર્થિક મંદી દરમિયાન નાઇટ્રોજન ડાયોક્સાઇડનું સ્તર ઘટી ગયું હતું, પરંતુ તે સમયે પ્રદૂષણની માત્રામાં ઘટાડો આજની તુલનાએ ઘણો ઓછો હતો.
આપને જણાવી દઈએ કે કોરોનાવાયરસને કારણે, ચીન સહિત વિશ્વભરમાં મૃત્યુની સંખ્યા શનિવારની સાંજ સુધીમાં 2,969 પર પહોંચી ગઈ છે. જ્યારે 86,275 લોકો ચેપ લગાવે છે. ચીનમાં દર્દીઓમાં ઘટાડો થયો છે, પરંતુ તે વિશ્વભરમાં વધી રહ્યો છે. જો કે સારવાર બાદ 39,781 લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે.