સુરત માં ખંડણી અને ગુનાખોરી ની દુનિયા માં પોતાની કારકિર્દી જમાવવા નીકળેલા વસીમ બિલ્લાની22મી જાન્યુઆરીએ ગોળીઓ મારી હત્યા કરવામાં આવ્યા બાદ આ પ્રકરણ માં પોલીસે તપાસ નું ફિન્ડલું વાળી ને અભરાઈ ઉપર મૂકી દીધું હોવાની શંકા અગાઉ મૃતક ના ભાઈ એ વ્યક્ત કરવા છતાં આ પ્રકરણમાં વગદાર ગણાતા લેસવાલા એન્ડ કંપની સામે ક્યાં પ્રકાર ના પગલાં કે તપાસ થઈ તેનું અપડેટ નહિ આવતા આ કેસ માં અનેક શંકાઓ ઉભી થવા પામી છે વ્હોરા સમાજ માં મોટું નામ ધરાવતા લેસવાલા પૈસે ટકે પણ મજબૂત હોવા ઉપરાંત સારી એવી વગ ધરાવતા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે ખંડણીખોર વસીમ મર્ડર કેસ માં શંકાના આધારે સુરતના બિલ્ડર અને વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાલા સહિત સાત સામે ગુનો નોંધાયો હતો અને જેતે સમયે પોલીસ ટેક્નિકલ સોર્સ અને બાતમીદારો દ્વારા હાથ ધરાયેલી તપાસ માં બદરી લેસવાલાની ગલીયાકોટ ખાતે આવેલું ફાર્મ હાઉસસંભાળતો મુસ્તાન ઉર્ફે મામા અલીહુસેન ડોડીયા(ઉ.વ.52)ની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેની ગતીવિધિ પર વોચ રાખી પકડી પાડ્યો હતો. મુસ્તાનની પૂછપરછમાં જણાયું હતું કે, સુરતના બિલ્ડર અને વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાલા સાથે વસીમને ઝઘડો થયો હતો. જેને લઈને ગુનો નોંધાતા વસીમને તડીપાર કરવામાં આવ્યો હતો. વસીમને રસ્તામાંથી હટાવવા માટે મુસ્તાન બાસવાડા ખાતે રહેતા કુતુબીદીન અસગરઅલી વોરા(રહે. રાજસ્થાન) અને શાકીબ સાજીદઅલી રંગરેજ(ઉ.વ.29. રહે. ઉતરપ્રદેશ)ને 10 લાખમાં સોપારી આપી હતી.
કુતુબીદીન અને શાકીબને બાઈક સાથે બોલાવી ઉધનાના દાઉદનગરમાં મુસ્તાને ફ્લેટ ભાડે અપાવ્યો હતો. છેલ્લા દોઢેક મહિનાથી સુરતથી નવસારી સુધી રેકી કરવામાં આવી રહી હતી. દરમિયાન 22 જાન્યુઆરીના રોજ નવસારીમાં વસીમની પાંચ ગોળીઓ મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ બાઈક પર વેડછા ગામે જતા રોડ પર રસ્તામાં ખાડીમાં બાઈક નાખી દીધી હતી અને હત્યાની રાત વેડછા રેલવે સ્ટેશનની નજીકમાં આવેલી ઝાડીમાં સંતાયા હતા. સવારના ત્રણ વાગ્યે મુંબઈ તરફ જતી ટ્રેનમાં બેસી વાપી ઉતરી ગયા હતા. ત્યારબાદ મુંબઈ, અમદાવાદ, અજમેર અને ગલીયાકોટમાં રોકાયા હતા.
આરોપીઓએ 9 એમએમની પિસ્તોલથી વસીમની હત્યા કરી હતી. જે બંને શૂટર યુપીથી લઈને આવ્યા હતા. જેતે સમયે પોલીસના જણાવ્યા પ્રમાણે ઝઘડા બાદ વસીમ બદરી લેસવાલાને વારંવાર ધમકી આપી રહ્યો હતો. જેની કારણે બદરી નાસીપાસ થઈ ગયો હતો. બદરી કોર્ટમાં મુસ્તાનની સામે રડ્યો પણ હતો. જેથી મુસ્તાને વસીમની સોપારી આપી હોવાનું છેલ્લે ખુલ્યા બાદ હવે લેસવાલા સામે ઢીલી નીતિ અખત્યાર કરવામાં આવી રહી હોવાનું જણાય રહયું છે અને આ મેટર માં કોઈ અપડેટ નહિ આવતા આગળ ની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે.
