CM વિજય રુપાણી રાજકોટના અમૃતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ નવજાત બાળકી અંબાની ખબર પૂછવા માટે રાજકોટ પ્રવાસે પહોંચ્યા હતા. ત્યારે ત્રીજા માળે એનઆઈસીયુમાંથી બહાર નીકળી મુખ્યમંત્રી વિજય રૂપાણી, અંજલિબેન રૂપાણી, પોલીસ કમિશનર સહિતના લિફ્ટમાં ગયા હતા લોકો ગ્રાઉન્ડ ફ્લોર પર રાહ જોતા હતા પણ લિફ્ટ પહેલા માળે જ ફસાઈ ગઇ હતી. તુરંત જ સીએમ સાથેની સિક્યોરિટીએ લિફ્ટનો દરવાજો ખોલ્યો હતો તેવામાં બીજા જવાનો પણ પહોંચી ગયા હતા અને સીએમ તેમજ અન્ય લોકોને ખેંચીને બહાર કાઢ્યા હતા.
રાજકોટમાં એક માસુમ બાળકીને જીવથી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માસુમને આશરે 20 વખત ચાકુ મારવામાં આવ્યુ હતું. હોસ્પિટલમાં તે જીવણ-મરણનો જંગ લડી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટના અમૃતા હોસ્પિટલનો પ્રવાસ કર્યો અને નવજાતના સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી. કલેક્ટરે તેની સારવારમાં આવતા ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી છે. ઘાયલ બાળકીને ‘અંબે’ નામ આપવામાં આવ્યુ છે. ત્યારે આ બનાવની ગંભીરતા લઈ ગુજરાતના સીએમ રુપાણીએ આરોપી મહિલા સામે સખત કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે અને આ બાળકીની સારી રીતે સારવાર કરવા માટે પણ સૂચના આપી હતી.