ગુજરાતના બનાસકાંઠાના લાખણી ગામમાં ઠાકોર સમાજમાં ટીકટોકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઠાકોરના આગેવાનો અને યુવકોએ બેઠક યોજી હતી જેમાં એવો નિર્ણય લેવાયો કે સમાજનો કોઈ વ્યક્તિ ટીકટોક વીડિયોનો ઉપયોગ નહીં કરે. કારણકે ટીકટોકથી સમાજની દિકરીઓ બદનામ થઇ રહી છે. આ સાથે ટીકટોક વીડિયોના કારણે યુવા વર્ગમાં તેની અવળી અસર થઇ રહી છે. જેથી બનાસકાંઠાના ઠાકોર સમાજમાં એવું ફરમાન કરાયુ છે કે સમાજનો જે પણ કોઇ વ્યકિત ટીકટોક વીડિયો બનાવશે તો તેમની સામે કાર્યવાહી થશે.
